ચાલો થોડા માણસ બનીએ
કોઈ ગરીબ ને જોઈ માણસાઈ બતાવીએ
કોઈ અનાથ ને માં બાપ નો પ્રેમ આપીએ
કોઈ વૃદ્ધ ને દીકરા ની ચિંતા દૂર કરીએ
ચાલો થોડા માણસ બનીએ
કપટ દૂર કરી થોડી તટસ્થતા દર્શાવીએ
ભ્રષ્ટાચાર વિના થોડા કોઈ ના કામ કરીએ
એક વાર કામ છોડતા પહેલા કોઈ નું કામ કરી જઈએ
ચાલો થોડા માણસ બનીએ
કોઈ ના દર્દ ના ભાગીદાર થઈએ
ચાર શબ્દો આશ્વાસન ના આપીએ
આંસુ કોઈ નું લૂછી સાથ આપવા નું વચન આપીએ
ચાલો થોડા માણસ બનીએ
દોસ્તી માં સાચી દોસ્તી નિભાવીએ
પ્રેમ માં સાચા પ્રેમી બનીએ
કોઈ ની ભૂલ ભુલી જઈ માફ કરી જાણીએ
ચાલો થોડા માણસ બનીએ....
પર્લ મહેતા