આંખોની અદાકારી :-
તમારી પ્રતિક્ષામાં રાતમાં ગમગીની છવાઈ ગઈ,
આપનાં પગરવનાં અવાજથી ચાંદની પણ હરખાઈ ગઈ.
દિલમાં ડેરો જમાવીને બેઠી હતી તમારી યાદો,
આપનો એક મીઠો ટહુકો સાંભળી એ ફેંદાઈ ગઈ.
તમારી એક વાતમાં જ ખબર નહીં ક્યારે આખી રાત વીતી ગઈ,
તમારા માટે તો રાત પણ મારા માટે તો આખી કાયનાત નીકળી ગઈ.
તમારું મહેકતું મુખડું જોઈ ફૂલોને પણ ઈર્ષા થાય છે,
કે આ પાપી ધરતી પર આવી સુંદરતા ક્યાંથી ખીલી ગઈ.
તમારી આંખોની અદાકારીને જરા સાચવીને વાપરો,
એવું જાણવાં ન મળે કે, તમારી કાજળને પણ આંખ નીકળી ગઈ.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269
【 આપ મારી લખેલી Stories પણ MatruBharti App પર વાંચી શકો છો. 】