, *ચિંતન*
મૌલિકતા તો મરી પરવારી અને હવે સમય આવ્યો છે નકલ તણો,
પોતાના લેખન માં નામ બીજા નું જોઈ ને શાશ્વત એનો જીવ દુભાતો હશે ઘણો.
- તમામ નકલબાજો ને સમર્પિત જે બીજા ની રચના અને લેખન માં પોતાનું નામ ઉમેરી ને અથવા રચનાકાર નું નામ હટાવી ને એને પ્રસારીત કરતા હોય છે.....
જે વ્યક્તિ એ બહુ મુશ્કેલીએ ઘણી મહેનત અને મંથન પછી કંઈ લખ્યું હોય અને આપણે તેને પોતાના નામે વટાવી
જ્યારે એ વ્યક્તિ પોતાના જ લખેલ માં અન્ય નું નામ જોવે ત્યારે એના હૃદય ને કેટલો આઘાત થતો હશે એ આપણે ક્યારેય વિચાર્યું...??
અને અન્ય ની લેખની માં પોતાનું નામ ઠોકી બેસાડવા નો ફાયદો પણ શું...?? ક્યાં સુધી ચોરી કરતા રહીશું...??કારણ કે આજે એક ની નકલ કરી કાલે અન્ય ની કરશું હવે આ બન્ને લેખન માં,શબ્દ ભંડોળ માં અને વિચારધારા માં અંતર આવશે જ....અને એ સાથે જ આપણી પોલ પણ પાધરી થશે....
ખોટું હાથે કરીને હાંસીપાત્ર શા માટે થવું જોઈએ...
થોડી માનવતા દાખવો અને રચનાકાર ને જ એની મહેનત નો શ્રેય આપો જેથી એની કલમે વધુ સારું લખવા નો ઉત્સાહ જાગે...
- ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા(શાશ્વત)