છે અજાયબ જિંદગી..
ખૂબ હસાવે, ખૂબ રડાવે, છે અજાયબ, જિંદગી
ચાલે છે તો ચાલવા દો, આ અજાયબ જિંદગી.
જન્મ લીધો માનવીનો મોજ કરવા, જિંદગી,
આંખ મીંચી સ્વપ્ન જોયા માણવા મેં જિંદગી,
ને થૈ ગયો છું શ્વાન જેવો દોડતો હું જિંદગી.
ખૂબ હસાવે, ખૂબ રડાવે, છે અજાયબ, જિંદગી
ચાલે છે તો ચાલવા દો, આ અજાયબ જિંદગી.
એક એવી આશમાં જીવી રહ્યો છું, જિંદગી.
કંઇક સારૂં હોય છે નસીબ જેવું, જિંદગી
તોયે મારા હાથમાં અંધાર મુકે જિંદગી
ખૂબ હસાવે, ખૂબ રડાવે, છે અજાયબ, જિંદગી
ચાલે છે તો ચાલવા દો, આ અજાયબ જિંદગી.
સત્ય કે અસત્યને સમજી શકે ના જિંદગી.
લાલચોની લાયમાં કેવી ફસી છે જિંદગી!
ખૂબ લાંબી હોય, એવી ઝંખના છે જિંદગી!
ખૂબ હસાવે, ખૂબ રડાવે, છે અજાયબ, જિંદગી
ચાલે છે તો ચાલવા દો, આ અજાયબ જિંદગી.
~~ વિષ્ણુ પંચાલ