તેમની સોટી દેખાશે નહીં ને અવાજ પણ નહીં હોય,
પૂછશે એવાં સવાલ, કે પછી જવાબ પણ નહીં હોય.
આ જ ક્ષણથી વિચાર કર આવતી કાલનો ચાલ તું,
બને એવું કે, પછી સુકર્મોનો હિસાબ પણ નહીં હોય.
વિનમ્રતાને આભુષણ બનાવી રાખજે સદા, નહીં તો,
નીચે ધરતી ન હોય અને માથે આભ પણ નહીં હોય.
વ્યવહાર સાચવજે સદા, બસ લે લે ન કરીશ બધાંથી,
પરાયાં તો ઠીક પછી સગાઓનો સાથ પણ નહીં હોય.
રાખજે દયા, દીનદુખીયાઓ માટે સદા તું, દેવ બાબુ
નહીં તો તારું કોઈ પાપ ક્યારેય માફ પણ નહીં હોય.