Gujarati Quote in Shayri by Dp, pratik

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નો ઇઝહાર કરી તો જો,
એક નાની હરકત કરી તો જો.

શું થાય પીડા ખોઈ સમ્માન,
ખુદ ને બદનામ કરી તો જો.

આખો લજામણી ફરે બધે જ,
ખુદપર એક નજર કરી તો જો.

પ્રેમ બ્રેમ નામ નો ઢોંગ છે બધો,
ગમતા નો ઠુકરાવ કરી તો જો.

શબ્દથી ઓળખ થાય સહુની,
એક દી મૌનવ્રત કરી તો જો.

વ્હાલા ને દવલા કરશે જરૂર,
તું કદી થોડી હઠ કરી તો જો.

તારા તને કદી કંદળશે નહીં,
તારાનું સન્માન કરી તો જો.

માણસ માન ના ભૂખ્યા બધા,
તારું એને અર્પણ કરી તો જો.

તને ગમતું ક્યારેય મળશે નહીં,
હાથ કદી આગળ કરી તો જો.

તું છે તારો તો તારા છે સહુ,
નામ તારું રોશન કરી તો જો.

આંખે આવ્યા આંસુ થમી જશે,
મુખ તારું હાસ્યાસ્પદ કરી તો જો.

અસલ માણસનું છે 'પ્રતીક' તું,
મોહથી મુક્ત મન કરી તો જો.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111055080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now