ગગનમંડળેથી સઘળુ નીરખો કેમ?
પ્રભુ આવો ક્યારેક અવની હેઠ!
અહીં બાગબાગ પોકારે તમને
ફૂલડે ફૂલડા વધાવે તમોને
હવે આવો પ્રભુ અવની હેઠ..
સજ્જનો સૌ કારાવાસમાં ભરાયા
દુરિજનો સૌ મેદાને પડ્યા;
જ્ઞાનભકિત વનમાં ભાગ્યા
હવે આવો પ્રભુ અવની હેઠ ;
આ વસંત હેતે વધાવે તમોને
આ ચાંદની સ્નેહે નવરાવે તમોને ;
મધુ મેહુલિયા ગાવે ગીત મધુરા
હવે આવો પ્રભુ અવની હેઠ ;
અહીં સતતત્વ જાણે બેઠુ છે મરવા
પુણ્ય બિચારુ જઈ ખૂણે ભરાયુ;
માણસાઈ કરે છે કાગારોળ રે
કે આવો પ્રભુ અવની હેઠ ;
કે પધારો પ્રભુ હવે અવની હેઠ...
અ.રે.