પ્રારબ્ધને અહીં ગોઠે કોણ ,
હું પડકાર ઝીલનાર માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં ,
હું જાતે બળતું ફાનસ છું ...
ધુમ્મસ માં મને રસ નથી ,
હું ખુલ્લો નિખાલસ માણસ છું ...
કુંડળીને વળગવુ ગમે નહીં ,
ને ગ્રહો કને શિર નમે નહીં ...
કાયરોની શતરંજ પર જીવ ,
સોગઠાબાજી રમે નહીં ...
હું પોતે જ મારો વંશજ છું ,
હું પોતે મારો વારસ છું ...
પ્રારબ્ધને અહીં ગોઠે કોણ ,
હું પડકાર ઝીલનાર માણસ છું ..