હથેળીમાં એની હથેળી હતી,
એમાં એની હુંફ ભળેલી હતી..!!
આંખોથી આંખો મળતી હતી,
જાણે દિલની કોઈ છાની વાત કહેતી હતી..!!
શ્વાસ જોડે શ્વાસ ટકરાતા હતા,
એ પણ કંઇક અલગ મહેકતા હતા..!!
ભીની એના તનની સુગંધ હતી,
એ સુગંધમાં જ હું બહેકતી હતી..!!
એક અનેરો એહસાસ હતો,
જેમાં ફક્ત લાગણીઓ નો જ વાસ હતો..!!
આ, એ જ યાદગાર પળો હતી,
જેમાં "હું" એનામાં પહેલી વાર ભળી હતી..!!
સોળે કળાએ એવી ખીલી હતી,
જાણે સ્વયં *પ્રકૃતિની* જ "હું" પ્રતિકૃતિ હતી..!!