પીવડાવવો છે જામ, લે મારાથી કર શરુ,
તું આમ સહેજ આવ, લે મારાથી કર શરુ...
તું લઈશ તો બ્રહ્માંડે ય આવી જાશે બાથમાં,
આસાન છે આ કામ, લે મારાથી કર શરુ...
માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું,
હુ છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરુ…
તારે દીવાના કીમિયાની કરવી હો પરખ,
રૂઝાવ દુઝતા ડામ, લે મારાથી કર શરુ…
તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે ?
લખવા છે તારે નામ ? લે, મારાથી કર શરુ…
‘દાસી જીવણ’ ને જેવી હુલાવી‘તી તે કટાર,
એવી જ કતલે-આમ, લે મારાથી કર શરુ.
– R....Purani...!!!