ઘણી વાર મરવુ પડે છે
જીવતા રહેવા માટે
ઘણી વાર લડવુ પડે છે
હારી જવા માટે
નથી ખબર મુકા તને હજી
કેમ આવું કરવુ પડે છે
મંજીલો વગર ની રાહો પર
બહુ ભટકવુ પડે છે
એ જોવાનું જે નથી જોવાનું
એ સાંભળવાનું જે નથી સાંભળવાનું
એ કરવાનું જે નથી કરવાનું
બધા બસ અહી આવુ જ કરે છે
એક પડે છે ને ઉપર કોઈ બીજો ચડે છે
ખબર નહિ કેમ બધા
આવુ કરે છે