આજ તારી પાસે છું
જીવ ભરીને માણી લે...
કાલ કોને ખબર કયાં હોઈશ..??
તારી સામે છું જે
કહેવું હોય તે કહી દે....
કાલ કોને કહીશ....??
આજે પ્રેમની ભરતી છે ચુમીલે
કાલથી કયાંક ઓટ જ રેહેશે..!!
તો શું કહીશ ને શું કરીશ..??
ચાલ મજધારે જઈ મોતી
લાવીયે કિનારે બેસી
છીપલાનુ શું કરીશ.......??
હજુ જગતમાં ખુબ પ્રેમ છે....
કયાંક જો વહી ગયો તો....!!!
પ્રેમ કયાં અને કોને કરીશ...??