કશેક અટકું છું... તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું...તો સાથ આપે છે કોઈ
ઈચ્છાઓ... એક પછી એક, વધતી રહે છે.
દર વખતે ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.
આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને નીચું કરી આપે છે કોઈ.,
હે ઈશ્વર...તું જે આપી શકે છે ,
ક્યાં આપી શકે છે કોઇ?