જરા શો મસ્તી નો કંકર ફેંક્યો શું મેં દરિયામાં,
તો મોજાં ને તો લાગી ગ્યું સાવ ખોટ્યું !
પૂરપાટ દોડી ગયું ઊંઘી દિશા માં ,
ને લાવી દીધી સાગર માં ઓટ્યું !!
ખુશીઓ ની નાવ ને મેં લહેરો પર તરતી મૂકી
તો લહેરો નું તો કેમ જાણે ચડી ગ્યું મોઢું !
તરંગો સમાવી ખુદ માં એણે સંકેલી જાત ,
શાંત થઈ ને બેસી , મૌન જરી યે ના તોડ્યું !!
નાવ મારી હાલક ડોલક ગડબડ ગોથા ખાતી,
તો કિનારા કેમ એ જોઈ ને હરખાયા ?
નાની શી મને આપદા આવતાં,
સ્નેહીઓ સાચા અર્થ માં પરખાયા !!