Gujarati Quote in Jokes by Ravina

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમારા ઘર માં એક ફ્રીજ છે... એની હાલત જોઈ મને એની આત્મકથા લખવાની બવ ઈચ્છા થાય... એનો ઉપયોગ અમે કબાટ કરતાંય ખરાબ રીતે કરીયે... 300 રૂપિયા નું શાક એમાં એવી રીતે ભરાય જેમ રીક્ષા વાળો પેસેન્જર ભરતો હોય.. હજી જગ્યા છે ટમેટા અહીં આવી જશે...લાવ થોડી જગ્યા કરી દવ કોબી મૂકી દેવાય.. એની માથે રીંગણા મૂકી દો...શાક બિચારું મુંઝાય... કે હવે મને ક્યાં મુકશે! જે હોય તે બધું ફ્રીજ માં નાખો... વધેલું ઘટેલું ફ્રીજ માં... કેટલીક વાર પાણી પીવા માટે ફ્રીજ ખોલી ને તો બોટલ શોધતા અડધો જન્મારો નીકળી જાય પછી એમ થાય રેવા દે.. ગોળા નું પાણી જ હેલ્થ માટે સારું...ફ્રીજ ની ઉપર એટલો સામાન જેટલો એની અંદર હોય... એવું લાગે કે જાણે આ એક જ જગ્યા છે બધું મુકવા માટે..ફ્રીજ ની ઉપર ના કવર ના ખાના તો એવા લચી પડે કે એ પડ્યા ... એ પડ્યા....એનું ફ્રીજર નું ઢાંકનું બંધ જ નથી થતું..મને લાગે એને તો આ હાલત જોઈ ને જ સુસાઈટ કરી લીધી... કેતું હશે અગલે જન્મ મોહે ધકકન ના કિજો...

Gujarati Jokes by Ravina : 111053244
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now