મોરની..
શુ કહી ને તને સંબોધુ? નથી તને હું મારી પ્રિયતમા કહી શકતો કે નથી કહી શકતો "તું". પણ છતાં કેમ મને તારી જ યાદોમાં તરબતર રહેવાની આદત પડી ગઈ છે! શું હશે એ એહસાસ મને ખબર નથી જે મને તારી આટલો તારી નિકટ લાવે છે,અને હું જાણવા પણ નથી માંગતો. પણ તારા હોઠો માંથી નીકળતો એક એક શ્વર મને આ એક જ જિંદગી વારંવાર જીવવા માટે પ્રેરે છે. બની શકે તને મારી આ વાતો ફકત એક આવેગ કે આવેશમાં લખાયેલ લાગે,પણ ખરેખર મારી આ વાતો મારી રોમ રોમ માંથી નિચોડેલ તારા પ્રેમનો રંગ છે.મારા મનમાં હંમેશા પ્રશ્ન થતો હતો કે શું ખરેખર પુન:ર્જન્મની જેમ પુન:પ્રેમ પણ થતો હશે? જોકે મને આ સવાલનો જવાબ તારા માં મળ્યો છે. ક્યારેક તારો ફોટો જોવું છે તો સ્વર્ગની કલ્પના થાય છે. સાચું કહું ને તો કદાચ સ્વર્ગ મળવું સહેલું હશે,પણ તારી સાથે જીવવું કદાચ વિચારોમાં જ શક્ય છે. હું જોકે આમ તો ઘણી બધી બાબતોમાં સ્વાર્થી છું. હું મારી લાગણી હોય કે વસ્તુ હું વહેંચવા માં ખૂબ ખચકાવ છું. હું ખૂબ આત્મમુગ્ધ વ્યક્તિ છું જેને કદાચ પોતાનાથી વધારે વહાલું કોઈ નહીં હોય. પણ એ સત્ય પણ તને મળ્યા બાદ વેરવિખેર થઈ ગયું છે. આ વિચારી ને ખરેખર તારી ઓર ખૂબ ગુસ્સો આવે છે,પણ તારા મોતી રૂપી મેસેજ કે તારા મોકલાવેલ ફોટા જોઈ ને એ બધો ગુસ્સો ક્યાંક ખોવાય જાય છે. ક્યારેક તો એવું થાય છે કે તને તારી જોડે આવીને તારી એક એક ક્ષણને મારા પ્રેમ થી ભરી દવ. પણ બીજી જ ક્ષણે વિચાર આવે છે કે કદાચ તને સ્પર્શ થી કદાચ તારી પવિત્રતા કે માત્યતા અભડાય જાય તો? પણ એ વાત પણ હું કબુલું છું કે મારા જીવ ની મુક્તિ માટે તારો સ્પર્શ પણ ખૂબ જરૂરી છે. તું કદાચ આવી બધી વાતોને મારું પાગલપન કહીશ પણ પ્રેમમાં તો આવું પાગલપન જ પ્રેમને જીવંત રાખે છે. જોકે તારી બાબતે હવે હું થોડો સ્વાર્થી થવા લાગ્યો છું. એને મને એ સ્વાભાવિક પણ લાગે છે. પ્રેમની લાગણીઓ માં હું તને ફક્ત મારી કક્ષાઓ સુધી જ કલ્પી શકું છું. અને આવો થોડો ઘણો સ્વાર્થ પ્રેમમાં તો યોગ્ય જ ગણાય.મને તારી દરેક વાત માં સપના દેખાય છે. હું એ વાયદો નહિ કરું કે હું તને અંતિમ શ્વાસ સુધી પ્રેમ કરીશ..કેમ કે હું નસીબ અને ભવિષ્ય માં નથી માનતો..પણ એટલું જરૂર કહીશ કે મારી ક્ષણ-ક્ષણ માં ફક્ત તારો જ વાસ હશે.સાચું કહું તો હું પ્રેમને ક્યારેય જીવનસત્ય તરીકે સ્વીકાર્યું જ નથી. હું ક્યારે કોઈની પણ સામે નસીબ કે સંજોગની વાત પણ નથી કરી. પણ જ્યારથી તારી સાથે સબંધ બંધાયો છું મને નસીબ જેવું કાંઈક લાગવા લાગ્યું છે. હું એ માનવા લાગ્યો છું કે હા પ્રેમની સંવેદના પ્રત્યક્ષ પ્રાપ્તિ સિવાય પણ સંવેદે છે. હું એ માનું છું કે તારી અને મારી વચ્ચે જે દીવાલ છે એને કદાચ કુદરત પણ ન મિટાવી શકે. કેમ કે એ પણ મનુષ્યો માં વહેંચાય ગયો છે. પણ તું નિશ્ચિન્ત રહેશે મારા પ્રેમના વિકાસ હું ફક્ત તારી એજ ક્ષણોનો ઉપયોગ કરીશ જેનું તારી અસલ જિંદગી સાથે કોઈ લેવા-દેવા નહીં હોય. હું ફક્ત તારા એવા પ્રેમની કલ્પના કરું છું જે ફક્ત કલ્પનામાં જ હોય. હું નથી ઇચ્છતો કે હું એને વાસ્તવિકતામાં લાવી પ્રેમના આવેગને નષ્ટ કરું.