ગધેડાએ વાઘને કહ્યું *,' ઘાસ પીળું હોય છે .'*
વાઘે કહ્યું , *' નહિ ઘાસ તો લીલું હોય છે .'*
પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .
પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .
વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .
*' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '*
સિંહે કહ્યું , *' હા ! ઘાસ પીળું હોય છે .'*
ગધેડો , *' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'*
રાજાએ ઘોષણા કરી , *' વાઘને એક વર્ષ માટે જેલ થશે . '*
મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે *વાઘને એક વર્ષની સજા થઈ છે . '*
જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . *એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ??!!*
વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , *' કેમ મહારાજા ! ઘાસ તો લીલું હોય છે ને ? '*
મહારાજાએ કહ્યું , *' હા ! ઘાસ તો લીલું હોય છે . '*
વાઘે કહ્યું , ' .... *તો પછી મને જેલની સજા શા માટે ? '*
સિંહે કહ્યું , *' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે*
*કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે*
*તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા!????!!!*
*શીખવાનું શુ......?*
*કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.*
*કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.*