એક આશા છે દરેક નિરાશામાં,
જીવું છું બસ એ જ આશામાં...
છે દરવાજો બંધ,તો શું??
શોધું છું બારી એક ઉજાસની,
એક આશા છે દરેક નિરાશામાં.
નથી કોઈ ફિકર મને આવતી કાલની,
કારણ કે વિશ્વાસ છે મને તુંજમા,
એક આશા છે દરેક નિરાશામાં.
દુનિયા માને છે,છીએ દૂર એકબીજાથી,
હું માનું છું,અંતર છે એટલું એક શ્વાસનું બીજા શ્વાસથી,
એક આશા છે દરેક નિરાશામાં.