Gujarati Quote in Story by Amita Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ દિવસ નહિ ને આજે ૨૬ વર્ષ ની નોકરી માં ના બનવાનું બન્યું. કામ માં દક્ષ ને ખંતીલી હતી , પણ એને વગર વાંકે સાહેબે બધાની વચ્ચે ઠપકો આપ્યો.



ના તો મા-બાપ લડેલા, ના સાસુ-સસરા ! આજ દિન સુધી કોઈ જ ના મોઢે ઠપકો નહોતો મળ્યો ! સત્તા આગળ કંઈ સફાઈ પણ ના આપી શકી, બસ માત્ર એની આંખો અવિરત અશ્રુધારા વહાવતી રહી. પાંચ દિવસ ના અંતે પણ જયારે એનાં આંસુ ના સુકાયાં, ત્યારે એની ખાસ ફ્રેન્ડ એ એને મેસેજ મોકલ્યો ,”જ્યાં સુધી તમે ગુનેગાર ને માફ નથી કરતાં, ત્યાં સુધી તમે એ તમારા દિલમાં જગ્યા રોકી ને રહે છે , ને સાથે નકારાત્મકતા આવે છે , એટલે જીવન માં માફી આપતાં શીખવું જોઈએ ! “



ઘણી વાર આપણી સાથે અન્યાય થાય ત્યારે આપણા મગજ માં એ જ વિચારો સતત ચાલ્યા કરે છે, અને અકળામણ, ચીડ ને ગુસ્સો આવી જાય છે. જયારે હાથમાં કંઈ ઉકેલ ના હોય, ત્યારે એને માફ કરી ભગવાન ની ઉપર છોડી દો.. એ તો બધું જુવે જ છે ને !!

Gujarati Story by Amita Patel : 111050866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now