ભલે પપ્પાની આંખોની પરી ના હોતી,
પણ,પાપીઓની આંખોના અરમાન તો ન હોતી,
કાશ હું છોકરી ના હોતી.
ભલે રોજ ઉઠીને પૈસા માટે જવું પડતું બજારમાં,
પણ આ પૈસાવાળાઓના બજારમાં વેચાવુ તો ન પડતું,
કાશ હું છોકરી ના હોતી.
ભલે દુનિયા ખોટા પાડતી મારા બધા નિર્ણયોને,
પણ બીજાના ખોટા નિર્ણયો એ જ મારી દુનિયા ના હોતી,
કાશ હું છોકરી ના હોતી.
ભલે મારુ પોતાનું એક ઘર ના હોતું,
પણ મારા પોતાના જ ઘરમાં હું પારકી ના હોતી,
કાશ હું છોકરી ના હોતી.