માણસોથી ધેરાયેલો છતાં...
ભીતરથી એકલો...
જીવનથી હારેલો...
રાહ ભૂલેલો મુસાફિર છું..
શરૂઆત અને અંતની વચ્ચે અટવાયેલો..
માનવ છું..
રાહ અને મંજિલ ના
મઝધારે ઉભેલો
માનવ છું..
કઇ તરફ જવું છે
એ પણ હવે તો
નક્કી નથી કરી શકતો
ઇશ્વર ના સહારે
ચાલનારો આંધળો
માનવ છું.