તારા જીવનમાં આવવાથી મને
એક નવી દિશા મળી છે...!!!
તારી મારા પ્રત્યેની આ લાગણી જોઈ મનમાં ટાઢક વળી છે...!!!
તારી આ અનોખી પ્રીત જોઈ દિલને
ચાહત મળી છે...!!!
તારી આ અપ્રતિમ કાળજી જોઈ
હૃદયને રાહત મળી છે...!!!
તારા આ નિસ્વાર્થ સાથ થી મને
હૂફ મળી છે...!!!
તેં જે કરાવ્યો છે ખાસ હોવાનો એહસાસ
એનાથી મને સુકુન મળ્યું છે...!!!
જ્યારે પણ ભરું શ્વાસ આ હૃદયમાં
તારા હોવાની ખુશ્બુ મળી છે...!!!
હવે તો ઈશ તારા હોવાની મને પણ
સાબિતી મળી છે...!!!