Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-કૃષ્ણ એક સૌંદર્યમય શાશ્વત સત્ય.

તું કશીશ છે કે કરિશ્મો..!!
ખબર નથી.
પણ તું આ વિશ્વની સર્જનકારક
અજાયબી તો જરૂર છે જ.
ભલે તું પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો..!!
પણ કદાચ તને સંપૂર્ણ ઓળખવો અસંભવ જ છે.
તું રાજનીતિજ્ઞ તરીકે કપટી પણ કહેવાયો..!!!
તોય કામણગારો તો તું જ કહેવાયો.
રણછોડી ને પણ ધર્મ નિભાવી જાણ્યો..!!
ને તોય અંતે ઉત્તમ પ્રેમી તરીકે તો તું જ ગવાયો.
ને ઓ પીતાંબરધારી રાધાની વાંસળી વગાડી તેઅદભુત ગીતો ગાયા...!!
તો કુરુક્ષેત્ર માં શંખ ફૂંકી ગીતા ની ગરિમા પણ તે જ ગાઈ.
તેથી જ એક શાશ્વત સત્ય બસ કૃષ્ણ જ કહેવાયો.

Gujarati Blog by Hina Modha : 111049495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now