હતું પાસે ઘણું બધું,
તેની ઘણી કદર કરી હતી,
તેની કાળજી પણ રાખી હતી.
નથી હવે કઈ બચ્યું
પાસે ખોવા માટે,
નથી કોઈ મિત્ર ,
નથી કોઈ ભાઈ બહેન
છે તો માત્ર માતાનો પ્રેમ,
છે તો માત્ર પિતાનો વિશ્વાસ,
તેના સહારે વધવાનું છે આગળ,
મેળવવા નું છે બધું ,
જે કઈ પણ ગુમાવ્યું તે,
એ મિત્ર ક્યારેય મળી શકવાના નથી,
જેને ગુમાવ્યો છે,
પણ તેના જેવો હોય તેને શોધીશ.
શું તમે મારો સાથ આપશો ?