મારા ભવનના વટવૃક્ષને નવી ડાળ ફૂટી છે,
તેમાં રહી અમે જીવનની મોજ લૂંટી છે,
આ વટવૃક્ષના થડ સમાં મારા ગુરુજીએ,
ખરી પડેલા ફૂલો ને પણ વાચા આપી છે,
આ જ્ઞાનના વટવૃક્ષની છાયામાં બેસી ને,
અવીરત જ્ઞાનની વાણી મેં પીધી છે,
આ વટવૃક્ષના ક્લરંગી ચકલા સમ અમે,
જેના કલરવથી વાત આ ગુંજી છે,
નવાનવા જ્ઞાનતંતુંઓ આવીને બેસે આ છાંયમાં,
તેના સપ્તરંગી ટહુકારની વાણીને પીધી છે,
જ્યારે વાત આવી છોડીને જાવાની વટવૃક્ષને,
ત્યારે ચકલાએ અંતરની વાત અહીં કીધી છે,
હાલી ગયા ચકલાઓ છોડીને આ વટવૃક્ષને,
પણ તેની છાયાની હુંફ હજી તાજી છે,