ના કોઈ ખોટાં વાયદા , ના કોઈ ઠાલાં વચનો,
હું ને મારી વાણી ,સચ્ચાઈ નો અરીસો !
ના કોઈ મોટો રોફ, ના કોઈ ખોટો રુઆબ,
હું ને મારું વર્તન, સુશીલતા નો અરીસો !
ના કોઈ માટે દ્વેષ, ના કોઈ ની ખોટી ઈર્ષ્યા,
હું ને મારો સ્વભાવ, સરળતા નો અરીસો !
ના કોઈ મોટાં શબ્દો, ના કોઈ મોઘમ અર્થો,
હું ને મારી કવિતા , સાદગી નો અરીસો !