જીવનનો અંતિમ મુકામ છે મૃત્યુ.
પ્રવૃત્તિનો રખેને વિરામ છે મૃત્યુ.
ન ટાળી શકાય તેવી ઘટના છે એ,
ને વળી પામતા તમામ છે મૃત્યુ.
ઈતિશ્રી ગણી શકાય જીવનનું,
આખરે એ સૂમસામ છે મૃત્યુ.
નથી ખબર કે ક્યાં જવાનું છે,
કોઈ અન્જાન ગામ છે મૃત્યુ .
ડર, ભય, બીક, શોક, પ્રશ્નાર્થ,
રખે ઠરી બેસવા ઠામ છે મૃત્યુ.
ચૈતન્ય જોષી પોરબંદર.