ચિંતન , તને શું ખબર કે મે આ પડાવ પામવા માટે કેટલી મહેનત કરી છે અને આ બધું મારી મહત્વકાંક્ષાને કારણે શક્ય બન્યું છે. ભલે હું મારા પરિવારને સમય નથી આપી શકતો પણ જેટલું મે ભેગુ કર્યું છે તે બધું એ લોકો માટે જ છે એટલે જ કહું તને કે હજુ સમય ન વેડફ અને કરી લે ભેગુ તારા પરિવાર માટે....
મિ. સોહમ, તમારા માટે કુરિયર છે. કુરિયર બોયે સોહમ અને ચિંતન વચ્ચે ચાલતો વાર્તાલાપ ભંગ કર્યો અને કુરિયરે સોહમની શિખામણનો કારણ કે કુરિયરમાં લતાએ ડાયવોર્સ પેપર્સ અને એક પત્ર મોકલ્યો હતો.
લખ્યું હતું કે આના કરતા તું મહત્વકાંક્ષાને પરણ્યો હોત તો સારૂ રહેત!!!!!