જયારે હું નાનો હતો ત્યારે એ સમયે શહેરની એક ટોકીઝમાં ફિલ્મનો મોર્નીંગ શો પણ ચાલતો હતો ને જ્યારે અમે એટલે કે હું કોલેજમાં જતો ત્યારે રસ્તામાં આવતી ટોકીઝ નામે 'પારસ' તેના મુખ્ય દ્વાર ઉપર મોર્નીંગ શોના અલગ અલગ બેનરો જોવા મળતા હતા ત્યારે અમે શું કરતા કે કોલેજમાં એક પિરિયડ ભરીને મોર્નીંગ શોમાં ફિલ્મ જોવા ચાલ્યા જતા તે સમયે શોની ટિકિટનો દર પણ નજીવો હતો અમે એક દિવસ ગયા એટલે અમને રોજની એ ટેવ પડી ગઇ ફિલ્મ જોવાની, ઘેર બધા એવું સમજે કે છોકરો કોલેજ ભણવા ગયો છે ને અમે રોજ ફિલ્મો જોતા હતા.
આ (અમે) એટલે મારો એક ખાસ મિત્ર હરિશ...
જે આજકાલ લંડનમાં જ છે ને વરસોથી ત્યાં જ રહેછે ફેમિલી સાથે.
ને હું અહિ તમારી સામે રોજ આવુંછું.
હજી મને એક ફિલ્મનું નામ યાદ છે બધી જ ફિલ્મના નામ આજ હું ભુલી ગયો છું પણ એક ફિલ્મનું નામ મારાથી ભલાતું નથી તેનું નામ છે "મેરા નામ જોકર"
મજા આવતી એ મોર્નીંગ શો જોવાની પણ એ મજા એ જ મારી જીંદગી આજ બરબાદ કરી છે જો
હું એ મોર્નીંગ શોની ફિલ્મો જોવા ગયો ના હોત ને મેં વધું ધ્યાન ભણવામાં આપ્યુ હોત તો હું આજ સરકારી કચેરીની કોઇ ઓફિસમાં એક ખુરશી ટેબલ ઉપર બેસીને મારાથી નીચેવાળી પોસ્ટના માણસોને કોઇ કામના ઑડરો આપતો હોત...
કંઇ સમજયા તમે!
કહેવાનો અર્થ એ છે કે,
તમે પણ જો ભણતા હોય તો બસ ભણવામાં જ ધ્યાન આપજો નહી તો તમારી જીંદગી પણ મારા જેવી (જોકર) થતા વાર નહિ લાગે.
શરુઆત ઘણી સારી લાગશે પણ તેનો અંત બહું ભયાનક તમને આવશે.
સારું ભણતર એજ સારી લાઇફ
છે...બાકી ભણતર વગરની જીંદગી ટોટલી બેકાર છે.