?દીકરી ?
દીકરી મારે ખારા રણમાં મીઠી વીરડી રે.
જગની વૈખરી સામે જાણે મધમીઠડી રે.
પિતાપુત્રીનો સંબંધ નિભાવે સ્નેહ થકી,
દીકરી મારે જીવનબાગની મધુપાંખડી રે.
કરે પ્રતિક્ષા થતાં વિલંબ ગૃહાગમનમાં,
દીકરી મારે વિદાય લેતાં ભરે આંખડી રે.
ડગલેપગલે કરતી પિતાની ચિંતા સુતા,
દીકરી મારે જરાવસ્થાની ટેકણલાકડી રે.
કૃપા પ્રભુ તારી દીધી સુતા સ્નેહપ્રસારી,
દીકરી મારે મનોસ્મરણે આવે ઘડીઘડી રે.
ચૈતન્ય જોષી. " દિપક " પોરબંદર.