Gujarati Quote in Motivational by Harshad Patel Pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા પાપ કરો પછી ગંગામાં જઇને ડુબકી મારો એટલે આપણા કરેલા બધા જ પાપ ધોવાઇ જાય!
શું આ કેટલા અંશે સાચું છે!
શું ગંગા નદી એ પાપ ધોવાનો કુદરતી સાબુંછે કે આપણે કરેલા દરેક પાપ ધોવાઇ જાય!
નહી..આ એક ખોટી એક પંક્તિ છે આપણે તેને આપણા મગજમાં ફીટ કરી દીધી છે. દરેક ને પાપની સજા ભોગવવી જ પડે છે.
એવુ જરાય સાચું નથી કે ગંગામાં ન્હાવાથી પાપ ધોવાઇ જાયછે.
જે કંઇ આપણને મુશ્કેલીઓ કે દુ:ખો પડે છે એ આપણે કરેલા ખરાબ કર્મો ને પાપની સજા છે તેમ સમજવું.
સારા કામ કરો...
કોઇના કામમાં આવો...
સેવા કરો...
કોઇનું ભલું કરો...
બસ આથી કોઈ પુણ્ય કમાવવાની જરુર નથી કે ગંગામાં ન્હાવાની પણ જરુર નથી.
કારણકે પાપ કરીએ તો ગંગામાં ન્હાવાની જરુર પડે ને!
ગંગા નદી એક પવિત્ર નદી માનવામાં આવે છે તે બિલકુલ સાચી વાત છે. તેનું પાણી પણ એક અમરુત સમાન છે તે પણ એક સાચી વાત છે પણ ઉપરોક્ત પંક્તિ બિલકુલ સાચી નથી.
મહાભારતમાં અર્જુનને શ્રી કૃષ્ણ એ કહ્યુ હતું કે તું જેવું કામ કરીશ તેવું જ ફળ તને મળશે...જો સારુ કામ કરીશ તો તેનું ફળ પણ સારુ જ હશે ને જો ખરાબ કામ કરીશ તો તેનું ફળ પણ ખરાબ જ હશે.
બસ આ પંક્તિ ઉપર આપણું જીવન કે જીંદગી ચાલે છે.

Gujarati Motivational by Harshad Patel Pij : 111045913
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now