દિવાળી ને હમેશા વર્ષ નો અતિ શુભ તેહવાર તરીકે મનાવાય છે.ખાસ કારણ કે લક્ષ્મીજી નું પૂજન કરાય એ.
પણ સાચા લક્ષ્મી શું કહી શકાય?
જેને તિજોરી માં પૂરી ને રખાય કેમ કે કોઈ ચોરી ન જાય એ?હા ધાર્મિક રીતે લક્ષ્મી દેવી ને અર્થ ઉપાર્જન તેના સ્વરૂપે પૂજાય છે.પણ શું અર્થ ઉપાર્જન જ પર્યાપ્ત માત્ર છે? જો એમ જ હોય તો વર્ષ નાં અંત મા જ કેમ પૂજા? અમાસ ની રાતે જ કેમ?મારા અંગત મત મુજબ તો પેહલા લક્ષ્મી તમારી સ્વસ્થતા છે, અને બીજું તમારું જ્ઞાન કે સારપ કહી શકાય.જો પૂજા જ કરવી હોય તો તમે જે કાર્ય કરો એ માનસિક સ્વસ્થતા થી એટલે કે ખોટું નહિ થવાની ભાવના થી.અને જ્ઞાન તો એ રીતે ફેલાવી શકાય કે જેને કોઈ લિમિટ નથી. માત્ર પૈસા જ લક્ષ્મી છે એમ ન માનવા કરતા મારું કામ એ જ મારી લક્ષ્મી દેવી એમ માનીએ તો દરેક દિલ માં હમેશા દિવાળી જ રહે. કોઈ ની રાત અમાસ નહિ રહે.બધાં ના ઘરે જ્ઞાન અને સારપ ની રંગોળી હોય તો જીવન અને દુનિયા ઝગમગે.મન ની સાફ સફાઈ અને કોઈ ની મદદ તમને આજે નહિ તો ક્યારેક લક્ષ્મી બની ને મદદ કરે જ છે તો ચાલો આજ થી આવી જ દિવાળી મનાવવા નો પ્રયત્ન કરીએ.