શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચે સંવાદ થતો હતો ને કૃષ્ણ કહેતા હતા કે એમને ગોપીઓ ને રાધા બહુ યાદ આવે છે, ઉદ્ધવજી તો મહાજ્ઞાની ને કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા સિદ્ધ યોગી. એ કઈ આવી વાતો માં ભરમાયા નહિ. કૃષ્ણ એ તેમને ગોપીઓ પાસે કેવળજ્ઞાન આપવા ને એમનો પત્ર લઈને મોકલ્યા કે તમે મારા મા આસક્તિ ન રાખો, મોહ છોડી દો ને જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામો. રાધાજીએ કહ્યું કે અહીં મોક્ષ કોણે માગ્યો ઉદ્ધવજી??ઉદ્ધવજી તો આ જોઈને દંગ રહી ગયા કે મોક્ષ સામે છે છતાં જેને જોઈતો નથી, આ પ્રેમની લાગણી એવી તે કેવી હશે! જેવા ઉદ્ધવજી ગયા ગોપીઓ ને રાધા નો પ્રેમ જોઈ પોતાનું જ્ઞાન વિસરી ગયા. આ પ્રેમ છે જ એવો તમારું જ્ઞાન વિસરાવી પીડામાં પણ આનંદ આપે છે, પછી સંખ્યભાવ હોય કે પારિવારિક, પ્રિયપાત્ર નો હોય કે બીજા કોઈનો, પ્રેમ તો પ્રેમ હોય છે એને છોડીને તમે જઇ જ નથી શકતા...