આજે હું શનિવારનો એક કિસ્સો કહીશ . હું શનિવારે મારા ઘર પાસેની એક કારીયાણાની દુકાને ઈલાયચી અને ચારોલી લેવા ગયો હતો. ત્યાં દુકાને માંડ સાતેક વર્ષનો છોકરો હતો. દિવાળીનો સમય હોવાથી દુકાનની બહાર અમુક વસ્તુનો સ્ટોલ લગાવ્યો હતો. તો એક બહેન અમુક વસ્તુ માટે પૂછતાં હતા એટલે પહેલો છોકરો બતાવતો હતો પણ તે બહેન કઈ લીધા વગર જવા લાગ્યા અને હું આયો એટલે પહેલો નાનો છોકરો દુકાનની અંદર આવ્યો. મેં તેને 10 રૂપિયાની ચારોલી અને 10 રૂપિયાની ઈલાયચી આપવાનું કહ્યું. પણ પેલાનું ધ્યાન બહાર હતું. મેં પણ પાછળ જોયું એટલે તે બોલ્યો,
"આ બહેન અજાણ્યા હતા. બીજા જાણીતા હોય તો વાંધો નહીં. કૈક ચોરીને જતા રહે તો? પછી આપડે ક્યાં તેને પકડવા જઈએ. એક વખત અહીં દુકાનેથી જતા રહે અને પછી તેને પકડીએ તો પણ એ વસ્તુ કોઈને ખબર ના પડે તે રીતે નીચે નાખી દે તો આપણે શું કરી શકવાના ?"
મેં મનમાં ને મનમાં નાના છોકરાને શાબાશી આપી દીધી ત્યાં જ દુકાન મલિક આવ્યા અને શું આપે છે તે પૂછ્યું અને પછી પેલા છોકરાને કીધું કે
"આટલી મોંઘી વસ્તુના આટલા ઓછા ભાવ હોય? ખબર ના હોય તો સામે આવીને પૂછી જવુ તું ને ? ચારીલી ગણીને આપવાની હોય"
અને હું પછી વસ્તુ લઈને નીકળી ગયો.
આપણી આજુ બાજુના આવા નાના નાના પ્રસંગો બનતા જ હોય છે બસ એ જોવા માટે મન અને નજર ખુલ્લા હોવા જોઈએ.
✍પ્રિતેશ હિરપરા"મિત્ર"
#રંગીલી સવાર#