યાદ તારી સાથ છોડી યાદ તારી દૂર ભાગી એકલી , આંખ મારી આંસુ સારે બેકલી તે એકલી . સ્મરણો ભોકાય દિલમાં એક પળ જીવાય ના , વેદનાઓ વલવલે ને કાળજે યાદો જલી , સ્નેહનો સંચાર ને ખીલી વસંત ચારેદિશા , પાનખર આવતા ભારે દિલે છોડી ગલી . લીસો તારો કોલ ભીતર ભીજવે મારું હદય , લાગણી કાજે હસી માસુમ ગુલાબી કલી .