# મારા ચંચળ મનનો એક માસૂમ સવાલ.... #
માણસ જીવતો હોય ત્યારે એ ખરા સમયે પોતાની જવાબદારીઓમાંથી ભાગતો હોય ત્યારે એને કેમ બાંધી ને એની ફરજ વિશે કહેવામાં નય આવતું....??
પણ જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે કેમ એને બાંધી દેવામાં આવે છે એ ક્યાં ભાગી જવાનો હોય છે....??
અને હા એ પણ કે,
આપણે જવાબદારી ઓથી થાકી ને ક્યારેય અન્ય ને સહભાગી નથી બનાવતા આપણે આપણા કુટુંબ નું દરેક કામ ખુદ જ કરીએ છીએ....
આખી જિંદગી આમથી તેમ દોડી દોડી ને થાકી જઈ તો પણ કર્તવ્ય પૂરું કરીએ છીએ....
તો પછી કેમ માણસ મૃત્યુ પામે ત્યારે એને કાંધ આપવા લોકો ઘડીએ ઘડીએ ખભા બદલ્યા કરે છે....??
શું એ લોકો થાકી જતા હશે થોડું અંતર ચાલીને કાપવામાં કે હિંમત નય થતી હોય કે પગ નય ઉપડતા હોય....??
#સાંઈ સુમિરન....