ષડરિપુને મ્હાત કરે એ જ ખરી જીત.
પછી જ જે વાત કરે એ જ ખરી જીત.
અંતરમાં રહેલા અદ્રશ્ય શત્રુઓ ઘણા,
એ પાછી પાની ભરે એ જ ખરી જીત.
ઇન્દ્રજીતથી અધિક છે ઇન્દ્રિયજીત,
પ્રશંસાથી જે દૂર ફરે એ જ ખરી જીત.
મેળવી વિજયને અહંથી જે રહે આઘો,
ચિત્તમાં જે સમતા ધરે એ જ ખરી જીત.
ખુદ ઇશ પણ સરાહે આવા નરપુંગવને,
વિજયમાં પ્રભુ સાંભરે એ જ ખરી જીત.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.