" જેટલા ટ્રાફિકના નિયમો કડક છે તેટલા જો કાયદાના નિયમો કડક હોય તો દેશમાં ઘણી બધી અસામાજિક પ્રવુતિ અને અસામાજિક તત્વો ઓછા થઈ જાય.જેમ રસ્તામાં ટ્રાફિક ના નિયમો કોઈ તોડે એટલે તેને ત્યારેજ દંડ અથવા મેમો મળે તેમ અસામાજિક પ્રવૃત્તિની શરૂઆત કરનાર અથવા તો તેને સાથ આપનારને જો પહેલા શરૂઆતમાં દંડ અથવા પોલીસને હવાલે કરવામાં આવે તો ઘણા બધા નવા બનનાર ગુનેગારો ફરી સજ્જન જેવા થઈ જાય અને સામાન્ય લોકોની જેમ જીવન જીવવા લાગે.અને સમાજ ને અને પોલીસને પણ શાંતિ રહે
જે વ્યક્તિ શેતાન બનવાની શરૂઆત કરે છે તો તેને વચ્ચે થી રોકવો સારો પણ જો તે વ્યક્તિ સંપૂર્ણ શેતાન જ બની જ ગયો હોય તો તેને છેલ્લે યમના દરબારમાં મોકલી દેવો જોઈએ "
Be Happy Yaar