" સરકારે જે પણ સારા સારા અને સમાજ ઉપયોગી કાયદાઓ છે તે બધા પ્રજા પાલન કરે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ કારણ કે લોકો જેટલું પોતાના મમ્મી પાપા નું નથી માનતા તેનાથી વધુ તેવો તેના ગુરુઓનું સાધુ સંતોનું માનતા હોય છે
આથી સરકારે નવા સમાજ ઉપયોગી દરેક કાયદો પેલા પ્રજા નું જે સ્થળ રૂપી સાધુ બાબા અને ધર્મગુરુઓ છે તેને આપવા જોઈએ અને તે સાધુ બાબા તે કાયદાઓ પોતાના ભક્તજનોને આપશે.અને ભક્તજનો પણ પોતાના ગુરુએ આજ્ઞા કરી છે તેનું પાલન કરવું જોઈએ નહિતર પાપ લાગશે એ બીકે મજબૂરી થી પોતાના ગુરુએ ધર્મગુરુઓ આપેલા ઉપદેશનું પાલન કરે છે.આમ બધા પાલન કરશે એટલે સરકારનું દરેક કાર્ય આશાન થઈ જશે .
સરકારે અમુક બાબતો માટે તેના મૂળ ઉપર પ્રહાર કરવો જોઈએ પણ સરકાર દરેક બાબત પર ડાળીઓ પર પ્રહાર કરે છે એટલે તે સફળ થતી નથી તેવું લાગે છે કારણ કે પ્રજાની નસ ધર્મગુરુ અને સાધુ સંતો પાસે દબાયેલી હોય છે,જો તેવો વ્યવસ્થિત કાયદાનું પાલન કરશે તો તેના દરેક ભક્તજનો પણ કાયદાનું પાલન કરશે
Be Happy Yaar