Gujarati Quote in Shayri by Chaitanya Joshi Deepak Porbandar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લૈને ત્રાજવું ન્યાયનુંને હિસાબ કરે છે વિધાતા.
સારાં નરસાંનું એ પરિણામ આપે છે વિધાતા.

સુખદુઃખ આખરે કર્મફળ આપણું સમજવું,
ના કોઈની કશીયે લાગવગ રાખે છે વિધાતા.

મળી જાય મનભાવન તો સત્કાર્યનું ફળ એ,
પાપના હિસાબે યાતનાઓ લખે છે વિધાતા.

સરજાય છે ભાવિ આપણાં કર્મો અનુસાર,
કર્મના માપદંડ થકી સહુને માપે છે વિધાતા.

સત્તા કર્મની સર્વોપરીને આખરી માનવી રહી,
પુણ્યપાથેય સંગ લેનારને સરાહે છે વિધાતા.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Shayri by Chaitanya Joshi Deepak Porbandar : 111042057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now