" આ બહુ વિચિત્ર જેવું લાગે કે જ્યારે પ્રજાના ધર્મનું બીજો વિધર્મ અપમાન કરે ત્યારે તેનું લોહી ઉકળી જતું હોય છે ,અને કઈક લૂંટાય ગયું હોય અને તેને પાછું મેળવવું હોય તેમ તે શુરવીર નીડર બની જતા હોય છે અને સામેવાળાને કોઈપણ ભોગે સજા થવી જોઈએ તેવી જિદ પણ પકડે અને તેને સજા પણ કરાવે પણ જ્યારે કોઈ તેનું શોષણ કરતી હોય,તેના પર અત્યાચાર જુલમ કરતી હોય,તેના વિકાસ પર અવરોધ પેદા કરતી હોય ત્યારે તે તેની સામે ગરીબડી ગાય જેવો રહેતો હોય છે અને સામનો ના કરવો હોય એટલે કહેતો પણ હોય છે અમારું ભાગ્ય ખરાબ છે તેમાં કોને દોષ આપવો,
ધર્મનું અપમાન થાય છે ત્યારે જો તે શુરવીર નીડર બની શકતો હોય તો કોઈ તેના પર અત્યાર કરે,જુલમ કરે ત્યારે કેમ તે ચુપચાપ સહન કરે છે ત્યારે કેમ તે સિંહ બનવાને જગ્યાએ ગરીબડી ગાય જેવો રહે છે,જ્યાં સિંહ બનવાનું છે ત્યાં તે ગાય બને છે અને જ્યાં ગાય બનવાનું છે ત્યાં સિંહ બનીને ખોટી ગર્જના કરે છે "
Be Happy Yaar