તરફડતા શ્વાસની
એકમાત્ર તૃષ્ણાને
નામ જો હું આપું,
તો તું.
ટુકડે ટુકડે મારાં જોડાતાં
સપનાંમાં,
રંગોની છોળ
ને, રંગોમાં લાલ રંગ તું.
અડધી મીંચેલી મારી
આંખોની આરપાર
ઝલમલતો તડકો
ને, તડકાનો ટુકડો..તે તું.
અમથું જરાક તું સામે જુવે
ને, પછી રગરગમાં દોડે
જે ધગધગતો લાવા..તે તું.
અડધા-અધૂરા બધા
અસ્પષ્ટ લાગતા
શબ્દો ખૂટે, ને પછી
સાંપડે જે અર્થ તે જ…
તું.. ?..