એ ધરતી પર પગ પડે ને આખુ બાળપણ નજર સામે આવી જાય...પોતાના ના ચેહરા દેખાવા માંડે.. રસ્તા ઓ કેટલીય વાર્તા ઓ કેહવા લાગે .. દરેક ગલ્લી એક એક કિસ્સો સાચવી ને બેઠી હોય...દરેક પગથિયે એક એક રમૂજ જોડાયેલું હોય.. ઘર ની દીવાલો તો ભેટવા દોડી પડે... ઘર ના એ ઉંબરે હજુ સપના ઓ ટીંગતા હોય.. આડોશી પાડોશી જાણે આપણા અવાજ ની જ રાહ જોઇ ને બેઠા હોય... જ્યાં ના ગોળા નું પાણી હજુ પેટ માં ટાઢક કરતું હોય... જ્યાં ના ખૂણા હજુ આપણા આંસુ સંધરી ને બેઠા હોય... જ્યાં ની છત હજુય તાકી ને આપણી નજરું ઉતારતી હોય... એ ગામ, એ જગ્યા, એ ઘર, એ જ મારું...પિયર....