આજ ના ગુજરાત સમાચાર માં મારી કવિતા. રૂદિયામાં
સાજન મળવા આવો રૂદિયામાં,
બાલમ ફરવા આવો રૂદિયામાં
યુગોથી ચારો નાખી બેઠી,
યાદો ચરવા આવો રૂદિયામાં.
વરસો જૂનો સંબંધો કાજે,
માળો કરવા
આવો રૂદિયામાં
ખાલી રાખ્યું છે પિંજર નાજુક
શ્વાસો ભરવા આવો રૂદિયામાં
''સખી''
- દર્શિતા બાબુભાઈ શાહ : (અમદાવાદ)