સંબંધ મિમાંસા
જીવન નું અનિવાર્ય.. અવિભાજ્ય... અંગ એટલે 'સંબંધ'...
અથવા બીજા શબ્દો માં કહીએ તો જીવન નો પર્યાય એટલે 'સંબંધ'...કેમ કે એ એકમેક વિના અસંભવ છે.
'સંબંધ ' એ શબ્દ નું સ્મરણ.. કે શ્રવણ માત્ર હૃદય ને વિશિષ્ટ મધુરતા થી ભરવા પર્યાપ્ત છે, જે કદાચ શબ્દોમાં વ્યક્ત કરવાનો દાવો તેની મહત્તા નું અવમૂલ્યન કરવા જેવું બને...ચાલો એનો શરૂઆત થી જ વિચાર કરીએ
'સંબંધ' શબ્દ ની ઉત્પત્તિ ઘણી બધી એશિયન ભાષાઓની જનની એવી દેવોની ભાષા 'સંસ્કૃત' પરથી થઇ છે.. 'सम' અને 'बन्धम्' એ બે શબ્દો મળી આ શબ્દ બન્યો છે. કદાચ આવું કહી શકાય 'सम बधनात् अनुबद्ध इति सम्बन्ध् ' અર્થાત એક 'સમાન બંધન થી જોડાયેલ'. આ છે માત્ર વાચ્યાર્થ...મતલબ શબ્દ પ્રમાણે અર્થ.... કિન્તુ શબ્દ ની પોકળતા માંથી આપણે બહાર આવીએ અને ભાવાર્થ તરફ દ્રષ્ટિ કરીએ.. કેમ કે જીવન માં શબ્દો કરતાં ભાવ નું વધારે મહત્વ હોય છે , 'શબ્દ' ને અર્થ અને તેનાથીઆગળ વધી મગજ સાથે સંબંધ છે જયારે 'ભાવ' ને અનુભૂતિ અને હૃદય સાથે સંબંધ છે... 'જ્ઞાન' અને 'ભક્તિ' માં ચઢિયાતું કોણ એવો સવાલ થાય તો...હું અવશ્ય ભક્તિ ને જ શ્રેષ્ઠ ગણીશ. ...અપૂર્ણ...