? સરગમ *જિંદગી* ની, મહેફિલ *સંગીત* ની ફિલ્મ :ડોર વર્ષ :2006 દિગ્દર્શક : નાગેશ કૂકુનૂર સંગીતકાર :સલીમ સુલેમાન ગીતકાર : મીર અલી હુસેન ગાયક :શફાકત અમાનત અલી ગીત : યે હૌસલા અબ કૈસે રુકે મંજિલ મેળવવા માટે સખત સંઘર્ષ કરવો પડતો હોય છે. કોઈ મંજિલ મેળવવા માટે આગળ વધીએ ત્યારે કેટલીય મુશ્કેલીઓ આવે છે. પણ ત્યારે એક હિંમત જ એક સહુથી મોટી તાકાત હોય છે જે આપણને હારવા નથી દેતી. જ્યાં સુધી હિંમત છે, મંજિલ મેળવવાનો જુસ્સો છે ત્યાં સુધી જીતની આશા જીવંત રહે છે. ઘણી વખત તો એવું પણ થાય કે બધી બાજુથી આપણે તૂટી જઈએ, સંબંધો પણ સાથ છોડી દે. ચારેબાજુ નિરાશા છવાઈ જાય અને બીજો કોઈજ રસ્તો ના દેખાય ત્યારે એક હિંમત જ બચે છે જે આપણો સાથ નિભાવે છે. મન અડગ રાખવું પડે છે. દુઃખોનો ભલે પહાડ તૂટી પડે પણ તેનો પણ એક ચોક્કસ સમયગાળો હોય છે. સમય પરિવર્તનશીલ હોય છે. જે રીતે સુખ કાયમી નથી તેમ દુઃખ પણ કાયમી નથી. બસ મંજિલની તીવ્ર ચાહ ,અડગ જુસ્સો અને હિંમત હોય તો મંજિલ ગમે તેટલી મુશ્કેલ હોય તે મળી જાય છે. શફાકત અલીના અવાજમાં ગવાયેલ આ ગીતમાં આખી જિંદગીનો સાર આવી જાય છે. 'राह पे काँटे बिखरे अगर उस पर तो फिर भी चलना ही है शाम छुपा ले सूरज मगर रात को एक दिन ढलना ही है रुत ये टल जाएगी, हिम्मत रंग लाएगी सुबहा फिर आएगी ये होन्स्ला कैसे झुके, ये आरज़ू कैसे रुके ये होन्स्ला कैसे झुके, ये आरज़ू कैसे रुके'
✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'
-----------------------
ટીમ ✍
? *Limited 10 પોસ્ટ
* 11/10/2018
(આ પોસ્ટ કોપી રાઈટ હેઠળ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને *Limited 10 પોસ્ટ ગ્રુપ* માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો https://www.facebook.com/Limited-10-Post-169886837043261/ [17 ગ્રુપ, 4000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ ? લાઈબ્રેરી.]
https://youtu.be/JwB_nGx7uAs