માણસને હંમેશા બીજા જેવા થવું ગમે. પરંતુ પોતાની જાતના વાઘા દેખાડવા ન ગમે. વ્યક્તિ ઈચ્છે કે પોતાને સૌ ઓળખે પરંતુ પોતાને કોઈ ઓળખી જાય એ ન ગમે. ઉડવાની ઝંખનાઓ પંખી જેવી ને મીન જેમ તરવાના કોડ, પરંતુ ભલા વ્યક્તિને માણસ બનવાની ઈચ્છા ભાગ્યે જ થાય. ને એ જ જગતનું કમભાગ્ય ગણાય.