જિંદગી ચાલ આજે તો તારી સાથે વાત કરવી છે.. કેટલું થકવિશ તું મને? કેટલું પાડીશ? કેટલા ઘા આપીશ? જરા મારી હિંમત તો જો, થાકીશ ખરી પણ હારીશ નહિ... જરા મારી સહનશક્તિ તો જો, પડીશ એટલી વાર ઉભી થઈશ... ઘા ને તો અહીં કોણ ગણકારે..!! જેટલું વાગશે એટલી હું મજબૂત થઈશ... મારુ મન મજબૂત થશે.. મારા ઇરાદાઓ વધુ મજબૂત થશે... મારા સપના ઓ મારી આંખો માં છે એ તારા આપેલા આંસુ થી વહી નહિ જાય, વધારે ચળકશે... તું આવા જ દે હવે તો...હવે જીત મારી નિશ્ચિત છે...