#પ્રશ્ન
પ્રશ્ન એ નથી કે દેશમાં આવું કેમ થાય છે.?
પ્રશ્ન એ છે કે એવુ કરનારા છુટી કેમ જાય છે.?
પ્રશ્ન એ નથી કે લોકો દેશને લુટી કેમ જાય છે.?
પ્રશ્ન એ છે કે લુટનાર હાથમાંથી છટકી કેમ જાય છે.?
પ્રશ્ન એ નથી કે દેશમાં ભ્રષ્ટાચાર કેમ થાય છે.?
પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચારી પિંજરે પુરી કેમ નથી શકાતાં.?
પ્રશ્ન એ નથી કે દેશમાં વિદ્યાના વેચાણ થાય છે.
પ્રશ્ન એ છે કે દેશમાં અગુઠા છાપ નેતા કેમ થાય છે?
પ્રશ્ન એ નથી કે દેશમાં સિસ્ટમ ખોરવાઈ કેમ જાય છે.
પ્રશ્ન એ છે કે સિસ્ટમ શરૂ થતાં વર્ષો કેમ વિતી જાય છે.?
પ્રશ્ન એ નથી કે દેશમાં 'મહિમા' ખોવાઈ કેમ જાય છે.?
પ્રશ્ન એ છે કે દેશમાં માન સન્માન કેમ ભુસાતા જાય છે.?
- સંગીઅખિલ 'અખો'
ચોરવિરા ડી, સુરેન્દ્રનગર
08/10/2018