( પતિ ની ભૂલ નો પ્રશ્ચાતાપ )
હજૂઈ તારા હાથ નો માર ખાવો છે,
બે કડવાં વેણ નો મુખવાસ ખાવો છે.
ઘણું સતાવ્યો છુ જીવન ભર તને,
આજ એના બદ્લાનો પ્રસાદ ખાવો છે.
હદ થઇ હવે ખોલો આંખ કૈક બોલો યાર,
તારી સંગાથે જીવવાનો સોગંધ ખાવો છે.
આમ છોડી ને જશો તો કેમ જીવે'પ્રતીક'?
ભૂલ મારી સુધારવાનો,દંડ ખાવો છે.
Dp,'પ્રતીક'